તમારો મોબાઇલ ચોરાય કે વાહન હવે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન સુધી નહીં આવવું પડે મોબાઇલ ચોરી અને વાહન ચોરી માટે હવે ઘરે બેઠાં E-FIR શક્ય છે આ રીતે કરી શકાશે E-FIR

 

વાહન અને મોબાઈલ જેવા ચોરીના કિસ્સામાં હવે ચોરી કરનાર અજાણ્યો હોય તો હવે લોકોએ સરકાર દ્વારા ઉભુ કરવામાં આવેલ સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ એપ મારફતે e-FIR/ફરીયાદ કરવાનો નિર્ણય ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપી અજ્ઞાત હોઈ અથવા ફરિયાદીને કોઇ ઈજા ન થઈ હોય તેવા સમય મર્યાદામાં e-FIR/ફરીયાદ કર્યા બાદ અંદાજીત 48 કલાક જેટલા સમયમાં તપાસ અધિકારી ફરીયાદીનો સંપર્ક કરી વધુ તપાસ કરશે.

·         સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરી શકાશે.

·         આ એપ પર આપ રજીસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.

·         ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ પર આપની સહી કર્યા પછી સહી કરેલી આ અરજી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે.

·         ઘટનાની માહિતીમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે તે પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખવામાં આવેલ નહીં હોય તો પોલીસ કમિશનરની કચેરીએ e-FIR/ફરીયાદ ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષક કચેરી દ્વારા સંબંધિત પોલસી સ્ટેશન તરફ e-FIR/ફરીયાદ મોકલી આપવામાં આવશે.

·         પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી. થકી ઈ ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR/ફરીયાદ જોઈ શકશે અને કોઈ પણ સંજોગોમાં 24 કલાક સમયમર્યાદામાં પ્રથામિક તપાસ માટે પોલીસ સ્ટેશનમાં નિયુકત કર્મચારીને મોકલવાની રહેશે.

·         જે તે પોલીસ સ્ટેશન ખાતે નિયુક્ત તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ/SMSથી જાણ કરવામાં આવશે.

·         તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR/ફરીયાદ મળતાં પ્રથમ e-FIRનો જરૂરી ચકસણી કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોર ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR/ફરીયાદ અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR/ફરીયાદ અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.

·         થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાલખ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR/ફરીયાદ અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેેશે.

·         ઉપરી અધિકારી દ્વારા જાણ થયાના 24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો નાયબ પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશ્નરને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસ જેટલા સમયમાં  આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે e-FIR/ફરીયાદ અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.

પીઆઈથી કમિશનર સુધીના અધિકારીની જવાબદારી નક્કી કરાઈ
ઈન્સ્પેકટર - ચોવીસ કલાકમાં નિકાલ

·         PIને e-FIRમળ્યાંના 24 કલાકમાં નિકાલ કરવો પડે

·         વાહન,મોબાઈલ ચોરીની FIRના નિકાલ પર મોનિટરિંગ કરવું પડશે.

·         તપાસ અધિકારીઓને તાલીમ આપવાની રહેશે.

ACP-DCP: FIRની 30 દિવસમાં તપાસ

·         e-FIR/ફરીયાદ નો નિકાલ સમયમર્યાદામાં કરવો

·         e-FIRની ચકાસણી કરી યોગ્ય રીતે દફતરે કરવી

·         e-FIRની FIR નોંધાયા બાદ 30 દિવસમાં તપાસ પૂર્ણ થાય તે જોવાનુ રહેશે.

કમિશનર - તમામ મોનિટરિંગ કરવું

·         e-FIRની નિયત સમયમાં કાર્યવાહી થાય તે અંગે મોનિટરિંગ કરવાનુ રહેશે.

·         e-FIRની સમયમર્યાદામાં કાર્યવાહી ન કરનારા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે.

 

આ રીતે કરી શકાશે E-FIR/ફરીયાદ

1.      ગુગલ પ્લે (Google Play) પરથી સિટીઝન ફર્સ્ટએપ્લીકેશન ડાઉનલોડ કરો અથવા સિટીઝન પોર્ટલ https://gujhome.gujarat.gov.in પર પણ રજીસ્ટર કરો.

2.      હોમ પેજ પર લોગીન\રજીસ્ટ્રેશન કરી યુઝર આઇ.ડી અને પાસવર્ડ ક્રિએટ કરો.

3.      વાહનચોરી/મોબાઇલ ફોન ચોરી માટે ઓનલાઇન FIR આઇકોન પર ક્લીક કરો.

4.      અરજદારે પોતાની તથા વાહન/મોબાઇલ ફોનના જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા તેમજ બનાવ અંગેના સ્થળ, સમય તથા ચોરીની જરૂરી વિગતો ભરવાની રહેશે.

5.      સંપૂર્ણ વિગતો ભરાયા બાદ E-FIR/ફરીયાદ સબમિટ કરવાની રહેશે.

6.      E-FIR/ફરીયાદ સબમિટ થયા બાદ અરજદારને તરત જ SMSથી જાણ થશે.

ખાસ નોંધ : વાહનચોરી/મોબાઇલ ફોન ચોરી ખરેખર થયેલી છે કે કેમ તેની બાંહેધરી આપવાની રહેશે. ખોટી ફરિયાદ નોંધાવા સુવિધાનો દુરુપયોગ કરનાર વિરૂદ્ધ IPC મુજબ અરજદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

E Fir Project: જ્યારે લેપટોપ, મોબાઈલ ફોન, કે વાહન ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવામાં આવે, ત્યારે ઘણી વખત લોકો આરોપ લગાવતાં હોય છે કે, પોલીસ દ્વારા  તેમની ફરિયાદ નોંધતી નથી કે લેવામાં આવતી નથી.. અને ચોરીની ફરિયાદના અંગેના પુરાવા રજૂ કરવાના બહાના હેઠળા અનેક મહિનાઓ સુધી પોલીસ FIR/ફરીયાદા નોંધવામં આવતી નથી. જો કે, હવે આ તમામ આવા આરોપોનો હવે અંત આવશે, અને મોબાઈલ, વાહન ચોરી જેવી તમામ ચોરીની ફરિયાદો માટે આપણે પોલીસની હેરાનગતિનો સામનો હવે કરવો નહીં પડે. કેમ કે, થોડા સમયમાં સરકારના ગૃહ વિભાગ દ્વારા 'E-FIR' પ્રોજેક્ટ પર કામ શરૂ કરી નવી સુવીધા ઉભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ લોન્ચ થતાંની સાથે જ નાગરિકો પોતાની રીતે ધરથી ચોરીના ઘટનાસ્થળે જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર વડે ઓનલાઈન ચોરીની FIR

/ફરીયાદ નોંધાવી શકશે. આ માટેનું સોફ્ટવેર તેમજ વેબ પોર્ટલ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, અને હાલમાં જ આ સોફ્ટવેર અને વેબ પોર્ટલ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા અમુક મહત્વના શહેરોમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, અને ત્યાર બાદ તેને રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે.

 

 

Post a Comment

Previous Post Next Post