યોગ વિજ્ઞાન અને આરોગ્ય શાસ્ત્ર ૧.યોગનો વિસ્તુત અર્થ: ૨.પતંજલિ ઋષી દ્વારા આપવામાં આવેલ યોગસુત્રો : ૩.યોગનું હેતુ : ૪.પ્રાણાયામ વિસ્તુત અર્થ: ની માહિતી જે સ્વાસ્થ્ય માટે ખુજબ જરૂરી છે.

 

v યોગ વિજ્ઞાન અને આરોગ્ય શાસ્ત્ર

૧.યોગનો વિસ્તુત અર્થ:

૨.પતંજલિ ઋષી દ્વારા આપવામાં આવેલ યોગસુત્રો :

૩.યોગનું હેતુ :

૪.પ્રાણાયામ વિસ્તુત અર્થ:

 

|| अथ योगानुशासनम् ||

        યોગદર્શનની વિસ્તુત શરૂઆત ઋષી પતંજલિએ નીચેના સૂત્રથી કરી છે. જેનો વિસ્તુત શાબ્દિક અર્થ યોગ અંગેનું શાસ્ત્ર પ્રસ્તુત થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આપણા આધુનિક જીવનમાં યોગનો ઉપયોગ થાય એવી મહર્ષિ પતંજલિને પણ ઇચ્છા હોય. ચાલો આપણે આ સુત્રના ખરા અનુષ્ઠાન સાથે આપણા હાલના જીવનમાં યોગને ખરા અર્થમાં પ્રગટ કરીએ.યોગ અંગે હાલના આધુનિક સમયમાં આટલી બધી તમામ લોકોમાં જાગૃતિ જોઇને આનંદ થાય છે. કદાચ માટે જ આ લખાય છે
, અને માટે જ કદાચ લોકો દ્વારા વંચાય છે. મહર્ષિ પતંજલિ આપણી આવી હાલના સમયની રૂચી કે લોક જાગૃતિ જો જુએ તો એમને ખુબ આનંદ થાય અને હૈયે હરખ ના સમાય.

 

v યોગનો વિસ્તુત અર્થ :

        યોગ શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉત્તરી આવેલ છે. સંસ્કૃત શબ્દ  “ युज “ ધાતુ પરથી બનેલો છેજેનો અર્થ મિલન, જોડાણ,  મેળાપ કે સંયોગથાય છે. ચિત્તનું ખરા અર્થમાં વૈશ્વિક ચેતના સાથે મિલાપ કરાવવો તે યોગ છે.  સ્વામી  વિવેકાનંદે  યોગ વિષે  કહ્યું છે કે, “દુનિયાની દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત  કરવાની સંભાવના  ધરાવે છે.”  યોગ આપણામાં છૂપાયેલી આ દિવ્યતાને બહાર પ્રગટ કરે છે.

મહર્ષિ પતંજલીએ તેમના દ્વારા રચિત યોગસુત્ર  નામના મહાન  ગ્રંથમાં  પ્રથમ  પ્રકરણના  બીજા  સૂત્રમાં  યોગની સમજ માટેની   વ્યાખ્યા  નિચે મુજબ જણાવી છે.

योग: व्हित्तवृत्ति निरोध:

        એટલે આપણા ચિત્તમાં સતત જન્મ પામતી નિરંકુશ  વિવિધ વૃત્તિઓને યોગાના અભ્યાસ દ્વારા નિયત્રીત કરી અટકાવવી/રોકવી તેનું નામ  યોગ છે. 

        મહર્ષિ પતંજલીના મતે યોગ  એક મનોવિજ્ઞાન પણ છે. ખરા અર્થમાં યોગનું  મુખ્ય લક્ષ્ય ચિત્તની  વૃત્તિઓના સંપુર્ણ નિયંત્રણ  દ્વારા  વ્યર્થ  વિચારોને  નાબુદ કરી, વ્યક્તિત્વના  વિકાસમાં ખરા અર્થમાં ઉપયોગી  બને એવા  સારા વિચારોને  સ્થિર કરવાનું કાર્ય  છે.

योगेन चितस्य पदेन वाचां मलं शरीरस्य  वैदकेन 

याडपाकरोएवं प्रवरं मुनिनां पतंजलिं पांजलिमानतो अस्मि 

        વૈદિક સંહિતાઓમાં સંન્યાસ અને સંન્યાસીઓના સંદર્ભો છે જ્યારે સંયમ દાખવવા જરૂરી તપ નો વિસ્તુત સંદર્ભ  (૯૦૦ થી ૫૦૦  ઇ. સ. પૂર્વે), વેદો પરના પ્રાચીન ભાષ્યોમાં પણ જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ (ઇ. સ. પૂર્વે ૩૩૦૦ થી ઇ. સ. પૂર્વે ૧૭૦૦ના સમયગાળા)ના કેટલાંક કેન્દ્રો ઉપરથી અમુક સિક્કા મળી આવ્યાં છે. તેમાં પાકિસ્તાન સમાવિષ્ઠ વિસ્તારમાં સ્થિતિ વિવિધ કેન્દ્રો પરથી મળી આવેલા અમુક સિક્કા કે મુદ્રામાં સામાન્ય યોગ મુદ્રામાં કે ધ્યાનાવસ્થામાં હોય તેવી વિવિધ આકૃતિઓ અંકિત થયેલી જણાય છે, જે ધાર્મિક શાખાનું એક સ્વરૂપ દર્શાવે છે અને યોગના પૂર્વચિહ્નો હોવાનું સૂચવે છે તેવું પુરાતત્વવિદોએ જણાવ્યું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના કેન્દ્રો પરથી મળી આવેલી વિવિધ મુદ્રાઓ અને પાછળથી અસ્તિત્વમાં આવેલા યોગના સ્વરૂપ અને ધ્યાન ધારણ કરવાની પદ્ધતિઓ વચ્ચે કેટલાંક પ્રકારનો સંબંધ અને સામ્યતા હોવાનું અનુમાન અનેક વિદ્વાનો કરી રહેલા છે.

        ધ્યાનમાં ચૈતન્યની સર્વોચ્ચ સ્થિતિનો અનુભવ અને પ્રાપ્ત કરવા માટે પદ્ધતિઓ શ્રમનિક પરંપરાઓ દ્વારા વિકસાવવામાં આવી છે અને તે ઉપનિષ સમયની પરંપરા તેમા પણ જોવા મળે છે.

            બુદ્ધ સંપ્રદાયના શરૂઆત પહેલાં વૈદિક ગ્રંથોમાં ધ્યાન અંગેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી ત્યારે બુદ્ધે બે  તે સમયમાં શિક્ષકોને ધ્યાનના લક્ષ્યો પ્રત્યે કહેલા વાક્યોના આધારે વાયન તર્ક કરે છે કે નિર્ગુણ ધ્યાન પદ્ધતિ બ્રાહ્મણ પરંપરામાંથી નીકળી એટલે ઉપનિષદોની સૃષ્ટિ પ્રત્યે કહેવામાં આવેલા કથનો અને ધ્યાનના લક્ષ્યો પ્રત્યે કહેવામાં આવેલા કથનોમાં સમાનતા છે. તે જણાવે છે કે, આ શક્ય છે અને અશક્ય પણ છે.

        ઉપનિષદોમાં બ્રહ્માંડ સાથે સંબધ ધરાવતા વિધાનોના વૈશ્વિક માહીતીમાં કોઈ ધ્યાની રીતિની સંભાવના પ્રત્યે તર્ક આપતાં તેઓ દલીલ કરે છે કે નાસદીય સૂક્ત કોઈ ધ્યાનની પદ્ધતિ તરફ ઋગવેદ સમયકાળની પહેલાં પણ ઇશારો કરે છે.બૌદ્ધ ગ્રંથો કદાચ સૌથી પ્રાચીન ગ્રંથો છે જેમાં ધ્યાન ધારણ કરવાની વિવિધ પદ્ધતિઓનું વિસ્તુત વર્ણન છે. તેઓ જણાવે છે કે, આ વિવિધ ધ્યાન પદ્ધતિઓ અને આસનો બુદ્ધના જન્મ પહેલાં અસ્તિત્વમાં આવેલ હતી અને સાથે સાથે સૌપ્રથમ તેનો વિકાસ બુદ્ધ સંપ્રદાયની અંદર થયો હતો. હિંદુ ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્યમાં નજર કરીએ તો "યોગ" શબ્દ પ્રથમ કથા ઉપનિષદમાં જોવા મળેલ છે, જ્યાં તેનો ઉપયોગ ઇન્દ્રિયોને નિયંત્રણમાં લેવા અને સર્વોચ્ચ અવસ્થા મેળવવા માનસિક કાર્યમાંથી નિવૃત્તિ માટે કરવામાં આવેલ છે. યોગની વિભાવના સમજાવતા અને સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ગ્રંથો મધ્યકાલીન ઉપનિષદ ભગવદ ગીતા સહિત મહાભારત

Post a Comment

Previous Post Next Post