v પ્રાણાયામ
Ø ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ
Ø ઊંડા શ્વાસોશ્વાસ:
માત્ર એક મિનિટની ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી વધેલું BP(બ્લ્ડ પ્રેશર) ધટવા લાગે છે અને આ ઘટાડાની અસર આશરે ૩૦ (ત્રીસેક) મિનિટ જેટલા સમયગાળા સુધી રહે છે! જો નિયમિત પેટ દ્વારા ઊંડા શ્વાસોશ્વાસ લેવાની ટેવ પાડી શકાય તો ઘણા \ રોગોમાંથી મુક્તી પામી શકાય.
ગુસ્સો કે
હતાશાની પરિસ્થિતિ ઉદભવે તેવા સમયે એકાદ
મિનિટ વ્યવસ્થીત બેસીને ઊંડા શ્વાસ લેવાથી ગુસ્સા-નિરાશાની લાગણીઓ ઓગળી જાય અને
શાંતીની પ્રાપ્તી થાય છે. ઊંડા શ્વાસોશ્વાસ આપણી માનસિક ક્ષમતામાં ખુબ વધારો થાય છે
અને ચિંતા ઓછી કરે છે!! તમારા મનને વધુ તેજ અને કરવાની; ઝડપથી ઊંઘવામાં ઉપયોગી થવાની; ગુસ્સાને ઓછો કરી નાંખવાની; ચિંતાને દુર કરવાની; હ્રદયરોગથી શરીરને રક્ષણ કરવાની વગેરે અનેક આપણા શરીરને ઉપયોગી
પ્રવૃતિ કરવાની ક્ષમતા આ ઊંડા શ્વાસોશ્વાસ લેવાની પદ્ધતિ પ્રણાયામ અને યોગમાં
રહેલી છે. માત્ર જરૂર છે એ અંગે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરીને એને જીવનમાં અમલમાં
મૂકવાની.
શ્વાસોશ્વાસ લેવાની સૌથી કુદરતી અને
તંદુરસ્ત પદ્ધતિ ખુબ ઊંડા નોર્મલ શ્વાસોશ્વાસની છે, જેમાં દરેક શ્વાસ લેતા સમયે પેટ બહાર
તરફ આવે તેમજ ઉચ્છ્વાસ બહાર કાઢતા સમયે પેટ અંદર બાજુ સંકોચાય. નાનું બાળક શાંતથી આરામમાં
હોય તે સમયે દરમ્યાન તેનો શ્વાસોશ્વાસ આવો એકદમ કુદરતી જોવા મળે છે. આપણા પેટ અને છાતી વચ્ચેના ભાગમાં ખાસ
શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવા માટે જ મોટા સ્નાયુઓ ઉદરપટલમાં હોય છે. જયારે
વ્યક્તિ શ્વાસ લે તે સમયે આ ઉદરપટલના મોટા સ્નાયુઓ પેટના અવયવોને નીચે તરફ ધકેલે
છે, જેને કારણે પેટની આગળની દિવાલ થોડી આગળ આવે છે અને તેના લીધે પેટ ફુલે છે.તેમજ ઉચ્છ્વાસ સમયે ઉદરપટલના સ્નાયુઓ ઢીલાશા પકડે છે
અને ઉદરપટલ ઉપર તરફ ધકેલાય છે.
તમે ઊંડા શ્વાસ, ઉદરપટલ અને પેટના હલન ચલન સાથે લો છો એની ચોકસાઇ કરવા માટે સૌથી સરળ માર્ગ
છે - પેટ પર હળવેકથી એક હાથ મૂકવાનો. પેટ પર એક હાથ રાખી મૂકીને પછી ઊંડો શ્વાસ
ધીમે ધીમે લો. તમારો પેટ પર રાખેલો હાથ આગળ તરફ ધકેલાશે, હવે શ્વાસ છોડો હાથ અને પેટ અંદર તરફ જશે. શરત એટલી જ કે શ્વાસ
લેવાની આ પ્રક્રિયા એકદમ ધીમી ગતિએ થવી જોઇએ. તમને શ્વાસોશ્વાસની આ પ્રક્રિયા કરવાથી
થાક ન લાગવો જોઇએ - આરામ તેમજ શાંતિનો સંપુર્ણ અનુભુતી થવી જોઇએ. શ્વાસ લેવાની
પ્રક્રિયા લયબદ્ધ અને એકદમ સરળ હોવી જોઇએ. શકય બને તો શ્વાસ લેવાનો અને કાઢવાનો
સમયગાળો પણ સરખો જ રાખવો જોઇએ. ઊંડો શ્વાસ લેવથી વ્યક્તિનું પેટ સૌથી પહેલાં બહાર
આવે ત્યારબાદ પાંસળીઓનો ભાગ ફૂલે તો યોગ્ય રીતે શ્વાસ લેવામાં આવો છે તેમ કહી
શકાય.
પરંતુ હાલના સમયમાં આમ સાચી રીતે
શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ આ સામયનો માણસ કરી શકતો નથી. જયારે માણસ ઉતાવળ, ચિંતા, ટેન્શનમાં જ વધુ હોય છે તે સમયે તેનો શ્વાસોશ્વાસ છીછરો થઇ જાય છે.
પેટને બદલે છાતીથી જ માણસ શ્વાસ લે છે અને પછી નિયમીત ટેવ જ છાતીથી છીછરા શ્વાસ
લેવાની પડી જતી હોય છે. તેના પરિણામ સ્વરૂપે ફેફસાંની ક્ષમતા (વાઇટલ કેપેસિટી) માં
ખુબ ઘટાડો થતો રહે છે, અને ટેન્શનમાં વધારો નોધાય છે.
જયારે પણ આપણે ગુસ્સામાં આવીયે, ભયની લાગણી તેમજ ચિંતા થાય, માનસિક તાણ અનુભવાઇ કે ખૂબ ઝડપથી કોઇ કાર્ય
કરવું પડે એમ હોય તે સમયે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનો સૌથી
સરળ અને ઉપયોગી રસ્તો ઉપર મુજબ ઉંડા શ્વાસોશ્વાસ લેવાનો જ છે. રાત્રે સૂતી સમયે અને સવારે જાગવાની સાથે
ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રીયા કરવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. રાત્રે ઊંઘ નિયમીત લાવવામાં
અને સવારે સંપૂર્ણ-જાગૃતિ લાવવામાં ઊંડા શ્વાસોશ્વાસની આ પ્રક્રિયા ઉપયોગી થાય છે.
સામાન્ય રીતે
માત્ર એકાદ-બે મિનિટ સુધી ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ચિંતા, ટેન્શન, ગુસ્સો, હતાશા, કંટાળો વગેરે દૂર થાય છે. ઊંડા શ્વાસોશ્વાસની ટેવ ન હોય એટલે અને
ઘીમે ઘીમે લેવાને બદલે ખૂબ ઝડપથી લેવાવા લાગે તો તેવા સમયે કયારેક અમુક લોકોને
થોડો સમય ચકકર આવવાનો અનુભવ થતો જોવા મળે છે. આવું થાય કે તરત જ ઊંડા શ્વાસોશ્વાસની
પ્રક્રિયા બંધ કરી રૂટીન શ્વાસ લેતા હો એ પ્રમાણે લેવા લાગવો જેથી ચકકર કે અન્ય
તકલીફ થઇ હોય તો જતી રહેશે. દિવસમાં શક્ય હોય કે યાદ આવે તે સમયે આ મુજબ શ્વાસ
લેવાથી લાભ થાય છે. ધીરે ધીરે તમને ઊંડા અને ધીમા શ્વાસ, પેટના હલનચલન સાથે લેવાની ઉપર મુજબની ટેવ જ પડી જશે જે તમને લાંબા
ગાળાનો ખુબ મોટો ફાયદો શરીર માટે કરી શકે.
આજથી જ આ બહુ સીધી સાદી રીતનો અમલની
શરૂવાત કરીને આપણે આપણી ઘણી માનસિક-શારીરિક તકલીફો દુર કરી શકીયે છીએ અથવા ઓછી કરી
શકો છો. આપણા અતિવ્યસ્ત સમયપત્રકમાંથી માત્ર અમુક મિનિટનો સમય કાઢીને આ ઊંડા
શ્વાસોશ્વાસની પ્રેકિટસ કરવાની શરૂ કરી દો અને આપણે જાતે જ એના શરીર પરના ફાયદા
અનુભુતી થશે. ઓફીસે ખુરશી પર બેઠાં બેઠાં, કારમાં કે અન્ય વાહનમાં જતાં સમયે; ઘેર ફ્રી બેઠાં બેઠાં કે ઉભાં ઉભાં ગમે ત્યાં અને ગમે ત્યારે આપણે આ
ઊંડા શ્વાસોશ્વાસની ઉપયોગી પ્રક્રિયા અમલમાં મૂકી શકીયે છીએ.