v પ્રાણાયામનું વિજ્ઞાન:
પ્રાણાયામ એટલે પ્રાણ (શ્વાસ)નું નિયમન કરવાની પ્રક્રિયા. શ્વાસોશ્વાસ એ આપણા મન તથા શરીરને જોડતી કડી છે એવું માનવામાં આવે છે. જયારે તમારા શરીરમાં કોઇ ફેરફાર થાય ત્યારે શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે - દા.ત. શારીરિક કસરત કરવાથી શ્વાસોશ્વાસ ઝડપી બને છે. જયારે તમારા મનમાં ફેરફાર થાય ત્યારે પણ શ્વાસોશ્વાસમાં ફેરફાર થાય છે - દા.ત. જયારે તમે ચિંતામાં હો છો ત્યારે તમારો શ્વાસોશ્વાસ ઝડપી અને છીછરો થઇ જાય છે.
શ્વાસોશ્વાસ આપણી જાણ બહાર શરીરના
અંગો દ્વારા સતત ચાલતી પ્રક્રિયા છે અને તેમ છતાં આપણે એની ઉપર સપુર્ણ કાબૂ રાખી
શકો છો ?- વધારી કે ઘટાડી શકો છો ? ટૂંકમાં, જોઇએ તો શ્વાસોશ્વાસ પર ઇચ્છાવર્તિ અને અનિચ્છાવર્તિ - બંને પ્રકારના
ચેતાતંત્ર તેના પર અસર કરે છે. એથી વિરુદ્ધ – જોઇએ તો શ્વાસોશ્વાસ આપણા મન અને
શરીર બંને ઉપર તરત સારી કે ખરાબ અસરો કરી શકે છે. દા.ત. ઊંડા – તેમજ ધીમા
શ્વાસોશ્વાસ માનસિક શાંતિની અનુભુતી આપે છે અને શરીરની ક્ષમતામાં ખુબ વધારો કરે
છે.
શ્વાસ એ એવી
સક્રિય પ્રક્રિયા છે જયારે ઉચ્છ્વાસ એ શરીર દ્વારા આપોઆપ થતી પ્રક્રિયા છે છાતીમાં
બંને બાજુએ આવેલાં ફેફસાંને પૂરતા પ્રમાણમાં સંપુર્ણ ફુલાવવા માટે એની ઉપર, નીચે અને આસપાસ જુદા જુદા સ્નાયુઓ કામ કરતા રહેતા હોય છે.
« અધો-શ્વાસ:
શ્વાસ લેવા માટે સૌથી અગત્યના સ્નાયુઓ પેટ અને છાતી વચ્ચે આવેલા ઉદરપટલ કે જેને ડાયાફ્રામના સ્નાયુઓ પણ કહે છે. પેટ અને છાતીના અંગોને એકબીજાથી અલગ પાડતા આ પડદા (ડાયાફ્રામ) ના સ્નાયુઓ જયારે સંકોચાય છે, તે સમયે પેટના અવયવોને નીચે તરફ દબાણ લાગે છે જેના લીધે પેટની આગળની દિવાલ થોડી બહાર તરફ આવે છે. નાના બાળકોમાં ઉદરપટલનો ઉપયોગ શ્વાસ લેવા માટે ધણૉ વધુ પ્રમાણમાં થતો હોવાથી સૂતેલ બાળકનું દરેક શ્વાસ સાથે પેટ ઉપર ઉઠતું અને ઉચ્છ્વાસ સાથે નીચે જતું જોવા મળે છે. સંસ્કૃતમાં તેને અધો-શ્વાસ તરીકે અને ગુજરાતીમાં શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
પેટથી શ્વાસોશ્વાસ લેવાનું શરીર માટે લાભકારી છે અને મનની શાંતી માટે આ ખૂબ જ અગત્યની બાબત છે. પરંતુ ખૂબ ઓછા લોકો આ સાદી પેટથી શ્વાસ લેવાની ટેકનીક જાણે છે અને ઉપયોગ કરે છે. આપણે પેટથી શ્વાસ લો છો કે છાતીથી એ જાણવા માટે સ્થિર, ટટ્ટાર બેસી ડાબો હાથ પેટ ઉપર અને જમણો હાથ છાતી પર રાખી. શ્વાસ લેવાથી જો ડાબો હાથ આગળ આવે તો પેટથી શ્વાસ લો છો અને જો જમણો હાથ ઉપર આવે તો છાતીથી શ્વાસ લો છો એવું નક્કી થાય છે. આરામ કરતા સમયે પણ આ પ્રમાણેનું ચેકીંગ વધુ સારી રીતે થઇ શકે છે.
« મધ્ય-શ્વાસ:
છાતીમાં બે પાંસળીની વચ્ચે શ્વાસ લેવામાં
મદદરૂપ થવા માટેના સ્નાયુઓ આવેલા હોય છે જેમના સંકોચન થવાથી પાંસળીઓ બહારની તરફ આવે
છે અને ફેફસાંને ફુલાવાની જગ્યા થાય છે. છાતીથી દ્વારા લીધેલ શ્વાસ એકદરે છીછરો
અને ઝડપી હોય છે. માણસ ટેન્શનમાં હોય તે સમયે આ આ મુજબ શ્વાસ લેતો હોય છે. ઉપરાંત છાતીથી શ્વાસ લેવાથી ફેફસાંના નીચેના ભાગમાં થોડી ઓછી હવા પહોંચે છે.
ફેફસાંના નીચેના ભાગમાં જ વધુપ્રમાણમાં લોહી પહોંચે છે જયાં પૂરતી હવા ન મળવાથી
લોહી પુરતા પ્રમાણમાં શુધ્ધ થઇ શકતું નથી. પેટથી શ્વાસ લેવાથી ફેફસાંનો નીચેનો ભાગ
બરાબર ખૂલે છે અને લોહીનું શુધ્ધકરણ વધુ સારી રીતે થાય છે.
«
આદ્ય-શ્વાસ:
ગળાના સ્નાયુઓ પાંસળીઓને ઉપર તરફ
ખેંચીને શ્વાસ ભરવામાં મદદરૂપ થાય છે. ખાસ જ્યારે શરીરમા કોઇ તકલીફ હોય અને જયારે
શ્વાસમાં તકલીફ થતી હોય તે સમયે આ સ્નાયુઓ કાર્યરત થઇને વધારાનો શ્વાસ ભરી આપે છે.
ટટ્ટાર બેસીને હાંસડીને થોડી ઉપર તરફ તથા ખભાને થોડા પાછળ તરફ ખેંચવાથી ફેફસાંનો
સૌથી ઉપરનો ભાગ ફૂલે છે અને હવાથી ભરાઇ જાય છે. અંગ્રેજી ભાષામાં આને કલેવીકયુલર
બ્રીધીંગ અને સંસ્કૃત ભાષામાં આદ્ય શ્વાસ કહેવાય છે.
જયારે છતી, પેટ, અને ગળાના સ્નાયુઓ વારાફરતી ઉપયોગમાં લઇને ફેફસાંનો દરેકે ખૂણો
હવાથી ભરી દેવામાં આવે એને સંપૂર્ણ શ્વાસ કહેવાય છે. ટટ્ટાર બેસીને ધીમે ધીમે
(ઝાટકા વગર) પહેલાં પેટથી શ્વાસ ભરવો, પછી પેટ ફુલેલું રાખીને જ છાતી ફુલાવવી
અને છેલ્લે ગળા હાંસડી અને ખભાની આસપાસના સ્નાયુઓ સંકોચી ત્યાંનો ફેફસાંનો ભાગ
ફુલાવવો. કોઇ પણ જાતના જોર કે ઝાટકા વગર સહજપણે આ પ્રક્રિયામાં ફેફસું નીચેથી ઉપર
સુધી ક્રમબદ્વ ફુલતું અનુભવાશે.