આ ખેતી કરવાથી થશો માલામાલ, આ ખેતી દ્વારા કરોડો કમાઈ રહ્યા છે ખેડૂતો, શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદકારક.

 આ ખેતી કરવા તરફ વણી રહ્યા છે આધુનીક ખેડૂત હવે ૩૦૦૦ હેકટરમાં જમીનમાં થઇ રહી છે ખેત ઉત્પાદના,  ખેતી દ્વારા લાખો રૂપિયા કમાવવા હોય તો આજે જ વાંચો

                                     



મખાના તે  સુપર ફૃટ માથી એક માનવામાં આવી રહ્યુ છે. હાલના બજારમાં મખાના  પ્લેન અને મસાલાયુક્ત એમ વિવિધ પ્રકારના મળી રહેલ છે. આજે  આધુનીક ખેડુતો ધાન્યની ખેતી જેમ મખનાની ખેતી કરવા તરફ વણી રહીયા છે. અમુક રાજ્યોમાં ધાન્યની ખેતી છોડીને મખાનાની ખેતી તરફ ધ્યાન આપેલ છે. લોકો મખાનાની ખેતી દ્વારા અઢળક રૂપિયાની કમાણી કરી શકાય છે. મખાના તે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક છે,  આવો ખુબ લાભના લીધે તેનું વેચાણ પણ અત્યારે બજારમાં ખુબ મોટા પાયે થઇ રહેલ છે. ખેડૂતને ધાન્ય અને તેલબીયાની સરખામણીમાં મખાનાની ખેતી દ્વારા વધુ નફો મળી રહ્યો છે.

 



દેશના બધા રાજ્યોમાં મળીને ૩૦૦૦૦ હજાર હેકટર્સમાં મખાનાની ખેતી કરવામાં આવે છે, જેમાં ૭૫ ટકા જેટલુ ઉત્પાદન માત્ર એક બિહાર રાજ્યમાં જ થાય છે.  કટિહાર, પૂર્ણિયા થી લઇને અરરિયા જેવા વિવિધ જિલ્લાથી લઇને મધુબનીના ખેડૂત દ્વારા ધાન્યની ખેતી સાથે મખાનાની ખેતી દ્વારા ખુબ કમાણી કરી રહ્ય છે. એવા અમુક વિસ્તારો કે જ્યા પાણીના વારંવાર આવતા પૂરના લીધે પાક નષ્ટ થઇ જતા હતાં અને ખેડુતે નુકશાની ભોગવવી પડતી  તેવા વિસ્તારોમાં પર પણ ખેડૂતો દ્વારા મખાનાની ખેતી કરીને સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. નીચાણ વાળી જમીનમાં જ્યા બીજા પાક સારી રીતે લઇ શકાતા નથી ત્યા પણ સારી રીતે મખાનાની ખેતી કરી શકાય છે, કે જે વિસ્તારમાં પાણીનો ભરાવો હોય. મખાનાની ખેતી માટે જમીનમાં ભરપૂર પાણીની આવશ્યક્તા રહે છે.

આવો તો આપણે જાણીએ કે કેવી રીતે ખેડૂતો કરી શકે છે મખાનાની આધુનીક ખેતી અને ઉત્પાદન.

મખાનાનું વાવેતર પ્રાણીયુક્ત કે કીચડયુક્ત જર્મીનમાં સારી રીતે કરી શાકય છે. મખાનાના છોડ પાણીના સ્તર સાથે ધીરે ધીરે આગળ વધતા રહે છે. છોડના પાન પાણીની સપાટી પર ફેલાઈને રહે છે. જયારે પાણી સ્તર ઘટવા લાગે છે ત્યારે મખનાના પાન ખેતરની જમીનના સ્તર પર પાણી જેમ જ ફેલાવા લાગે છે. જેના પછી ખેડૂત દ્વારા ફળને એકત્રિત કરી તેને પાણીની બહાર કાઢવાના હોય છે. આ બધી પ્રક્રિયા ખેડુતે ખુબ સાવધાની પુર્વક કરવાની હોય છે.

 




અમુક આધુનીક ખેડૂતો સામાન્ય ખેતરોમાં પણ મખનાની ખેતી કરે છે. જમીન પર 6 થી 9 ઇંચ સુધી પાણી ભરીને તળાવ જેમ બનાવીને તેમા મખનાનું વાવેતર કરવામાં આવે છે. બિહારના દરભંગા વિસ્તારના મજૂરોની માંગ મખાનાની ખેતી માટે ખુબ મોટા પાયે હોય છે કેમ કે તેઓ ગોરીયા આ કામગીરી માટે ખુબ એક્સપર્ટ હોય છે. ગોરીયા મખાનાની ખેતીથી તૈયાર થયેલા કાચા માલને કહેવામાં આવે છે. તેના લાવાને બહાર કાઢવું માત્ર અમુક એક્સપર્ટ મજૂરો જ કરી શકે છે. જેના માટે આ કામગીરીમાં પારગત દરભંગાના મજૂરો શ્રેષ્ટ રહે છે.

 


એક હેકટર જેટલી જમીન ખેતી દ્વારા  28 થી 30 કવીન્ટલ જેટલી પેદાશ ઉત્પન કરી શકાય છે. પ્રતિ એકરની ખેતી માટે ૨૦૦૦ થી ૨૫૦૦૦  હજારનું રોકાણ કરવાની જરૂર પડે છે જયારે પ્રતિ એકરની ખેતી નફો ૬૦૦૦૦ થી ૮૦૦૦૦ હજાર રૂપિયા સુધી મળી રહે છે. મખાનાની ખેતી માટે માર્ચ થી ઑગસ્ટ સમય યોગ્ય માનવામાં આવે છે બિહારના દરભંગા વિસ્તારમાં રાષ્ટ્રીય મખાના શોધ કન્દ્રની સ્થાપના વર્ષ ૨૦૦૨-૨૦૦૩ માં થઇ હતી જે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના નેજા હેઠળ કામ કરે છે. મખાનાના નિકાશથી દેશના ખેડુતો દર વર્ષે ૨૨ થી ૨૫ કરોડની વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે.

મખાનાના ઉત્પાદન માટે કોઈણ પ્રકારના ઝેરી કીટનાશાકનો ઉપીયોગ કરવાનો રહેતો નથી આ કારણે તે  ઓર્ગેનિક પણ કહેવામાં આવે છે. અમુક વ્રત અને પૂજામાં પણ તેનો ઉપીયોગ કરવામાં આવે છે.મખાનામાં કાર્બોઈડ્રેટ, પ્રોટીન, ફોસ્ફરસ અને લૌહ જેવા ફાયદાકારક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ ફયદાકારક રહે છે. હ્રદય જેવા શરીરના અંગોના સ્વાસ્થ્ય માટે મખાનાનું સેવન કરવાની સલાહ ડ્રોક્ટરો દ્વરા આપવામાં આવે છે. આ સિવાય તે હાથ પગના સાધાઓને પણ મજબૂત બનાવે છે અને કિડની માટે પણ ખુબ ફાયદેમંદ માનવામાં આવે છે.

સીમાંચલ અને મિથિલાંચલ, તે સમગ્ર વિશ્વમાં એક વિશેષતા માટે ખુબ જાણીતું છે. અને એ તેની વિશેષતા છે અહીંના વિશ્વ ખુબ પ્રસિદ્ધ મખાના. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર દેશ જ નહીં પરંતુ પુરા વિશ્વના ૧૦૦ જેટલા દેશોના લોકો બિહારના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઉત્પાદન કરવામાં આવતા માખનાને ખૂબ જ માગ છે. વિશ્વના કુલ મખાના ઉત્પાદનમાં આ ક્ષેત્રનો હિસ્સો ૮૫ થી ૯૫ ટકા જેટલો છે. પરંતુ, એક સત્ય એ પણ છે કે અહીં માખાનો ઉદ્યોગ એટલો સંગઠિત નથી જેટલો હોવો જોઈતો હતો.

બિહારમાં દરભંગા, મધુબની, સુપૌલ અને સમસ્તીપુર જિલ્લાઓ માખાના ઉત્પાદન માટે જાણીતા છે. મધુબની જિલ્લામાં ૩૦૦૦૦ થી વધુ તળાવો છે, જ્યાં માખાનાની ખેતી મોટા પ્રમાણમા થાય છે.

માત્ર બિહારમાં 90 ટકા મખાનાની ખેતી થાય છે



દેશમાં લગભગ ૧૫૦૦૦ હેક્ટર વિસ્તારમાં મખાનાની ખેતી થાય છે, જેમાં ૮0 ટકા ઉત્પાદન એકલા બિહારમાં થાય છે. માત્ર મિથિલાંચલ તેના ઉત્પાદનમાં ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. લગભગ ૧૨ હજાર ટન બીજ મખાનાનું ઉત્પાદન થાય છે, જેમાંથી ૪૦૦૦૦ ટન મખાના સ્લેગ મેળવવામાં આવે છે. દેશમાં મખાનાનો કુલ બિઝનેસ ૬૦૦ કરોડ રૂપિયાનો છે.

Post a Comment

Previous Post Next Post