અનેક મોટી બીમારીથી બચવાનો સચોટ ઉપાય આજે દૈનીક જીવનમાં ઉપયોગમાં લેવાતા વાચણૉમાં આટલો ફેરફાર કરો સ્વસ્થ રહો.

 

આપણા બાપ દાદા ના  તાંબા-પિત્તળનાં વાસણો  વગેરે અપનાવો, કોરોના જેવી અનેક મોટી બીમારીથી બચવાનો સચોટ ઉપાય  આજે આપણે કોરોના સામે લડવા અને ઇમ્યુનિટી વધારવા ઝિંક (જસત)ની ગોળીઓ લેવાનો ઉપાય કરીએ છીએ, પણ કેટલા લોકોને જાણેશે કે તમે પિત્તળનાં વાસણોમાં રસોય બનાવતા કે જમવામાં ઉપયોગમાં લેતા હતા તેમાં કોપર અને ઝિંકનું મિશ્રણ જ હતું:                 






                     

.આપણે ત્યાં હાલના સમયે પણ પૂજાપાઠમાં જે વાસણો વપરાય એ મોટા ભાગે તાંબા-પિત્તળનાં હોય છે. એમાં તાંબાનો કળશ, પ્યાલો, તરભાણી, આચમની હોય તો પિત્તળની ઘંટડી અને દીવીઓ  પણ હોય. એટલું જ નહીં, પણ નાહવા માટે તાંબાના બાંબુ, પિત્તળની બાલદી અને લોટા પણ ઉપયોગમાં  હતા. વળી ચાને પિત્તળની કડાઇમાં ઊકળતાં પણ તમે જોઇ હશે. આ ઉપરાંત દાળ-શાક માટે પિત્તળનાં તપેલાં ચડે. રોટલીઓ કે અન્ય ખાદ્યપદાર્થો રાખવા માટે પિત્તળના ડબ્બાઓ પણ હોય જ. રાત્રે સૂતી વખતે દાદા-દાદી પોતાના ખાટલા આગળ તાંબા કે પિત્તળના કળશ રાખતાં અને તેમાં ભરી રાખેલું પાણી વહેલી સવારે એ લોકો પીવામાં ઉપયોગમાં લેતા પણ આપણે તો વધુ પડતા આધુનીક અને બુધ્ધીવાન થઇ ને આપણને વારસામાં મળેલ સાચા માહીતી ને પણ ભુલી ગયા છીએ. આપણે તાંબા-પિત્તળનાં વાસણો ભંગારમાં આપી દીધાં અને હવે ચમક વાળી  માટે સ્ટીલ, કાચ કે પ્લાસ્ટિકની ડિશોમાં ખાઇએ છીએ. તાંબા-પિત્તળની ધાતુ મૂળે એક્ટિવ એટલે કે સક્રિય ધાતુ એટલે હવા કે પાણીના સંપર્કમાં આવતાં ટૂંક સમયમાં એમાં કાળા ડાઘ પડી જાય એટલે સ્ટેઇનલેસ સ્ટીલ આવ્યું. આ ધાતુથી સ્ટેઇન અર્થાત્ ડાઘ તો દૂર થયા, પરંતુ લોકોમાં સ્ટ્રેસ વધવા લાગી તેનું શું? તાંબા-પિત્તળનાં વાસણો એક્ટિવ છે. તે ઝડપથી ઓક્સિડાઇઝ થાય છે. તેની આ સક્રિયતા જોકે આપણા માટે ઉપયોગી છે, કારણ કે તાંબાના પાત્રમાં પાણી કે અન્ય ખાદ્ય ચીજો રાખી મૂકવાથી તે થોડી જ વારમાં ચમત્કાર શરૂ કરી દે છે. તાંબાનાં વાસણોમાં પાણી ભરતાં જ તેમાંથી ઘનભાર ધરાવતા કોપર આયન્સ છૂટા પડે છે જે પાણીમાં રહેલા બેક્ટેરિયા તેમ જ વિષાણુ કે જેમના બાહ્ય કોષની દીવાલો ઋણભાર ધરાવતી હોય છે તેમના પર હુમલો કરી તેમનો સંપુર્ણ નાશ કરવા સક્ષમ છે. આમ તાંબાના વાસણમાં ભરી રાખેલું પાણી માત્ર ચાર-પાંચ કલાકમાં જ જંતુરહિત થઇ જાય છે. જે ઉપયોગમાં શ્રેષ્ઠ હોય છે. 

         હવે તાંબાની સરખામણી આપણે સ્ટીલની સાથે કરીએ તો સ્ટીલના વાસણમાં રાખેલા પાણીમાં આ જંતુઓ ૩૪ દિવસ સુધી જીવતા રહે છે અને આપણને નુકશાન પહોચાડતા  રહે છે. આ વિગતો ન્યુ યોર્કના વૈજ્ઞાનિક ડૉ. કોવલે દ્વારા  કરેલા વિગતવાર  સંશોધનમાંથી જાણવા મળી હતી. હવે તમને સમજાયું હશે કે શા માટે આપણા વડવાઓ રાત્રે તાંબા-પિત્તળના કળશમાં ભરી રાખેલું પાણી સવારે પીતા હતા કે શા માટે તેઓ આ તાંબા-પિત્તળનાં વાસણોમાં રચોય અને જમવામાં ઉપયોગમાં લેતા હતા. આ ઉપરાંત તાંબા-પિત્તળનાં વાસણો આપણું હિમોગ્લોબિન વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વધુ લોહી ધરાવતા ચહેરાને આપણે ત્યાં તામ્રવર્ણ ચહેરો કહીને ઉદેશવામાં આવે છે. રુધિરાભિસરણ તંત્ર તેમ જ મગજ તંત્રને સારી રીતે કાર્યશીલ  રાખવામાં તેમ જ અસ્થિતંત્રને મજબૂત બનાવવામાં પણ તાંબા-પિત્તળનો વપરાશ લાભકારક છે. આપણે ત્યાં લોકો તાંબાના કડા, વીંટી કે તાવીજ બનાવીને પહેરે છે. આ ધાતુ ચામડીના પરસેવા સાથે સંયોજાઇને કોપર સલ્ફેટ ઉત્પન્ન કરે છે જે શરીરના સંધિવાના દુખાવા દૂર કરવામાં  ઉપયોગી થાય છે. 

            અમેરિકામાં બિલ્ડિંગો બને છે તેમાં એ લોકો હવે પાણી માટે તાંબાની પાઇપલાઇનો નાખે છે, જ્યારે આપણે આપણા વારસામાં મળેલ  બાપદાદાઓનાં તાંબા-પિત્તળનાં વાસણોને ભંગારના ભાવે વેચી દીધાં છે. તાંબામાં જસત ઉમેરીએ ત્યારે પિત્તળ બને છે. પિત્તળમાં લગભગ ૬૬ ટકા તાંબું અને ૩૪ ટકા જસત હોય છે. આ જસત આજકાલ ખૂબ ચર્ચામાં છે. કોરોના સામે ટક્કર ઝીલવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ડૉક્ટરો આ જસત ઉર્ફે ઝિંક જેમાં હોય તેવી વિટામિનની ગોળીઓ લેવાનું કહે છે. 

        હાલના સમયમાં  તો ટીવી કે અખબારોમાં જે પણ ખાવા-પીવા કે દવાની જાહેરાતો આવે છે એમાં એવા દાવા થાય છે કે અમારાં ઉત્પાદનોમાં ઝિંક છે.બસ આટલું જ બાકી રહ્યું હતું. પિત્તળનાં વાસણોમાં રાંધતી કે ખાતી-પીતી વખતે જે થોડું થોડું તાંબું અને જસત આપણા શરીરમાં જતું હતું અને તંદુરસ્તી જળવાતી એ પૂર્વજોની સમજણને પણ આપણે આ વાસણો સાથે અભરાઇ પર મૂકી દીધી.અમને ખબર છે કે તમે આપણા ઋષિમુનિઓ કે પૂર્વજોની પારંપરિક વાતોને માનવાના નથી. તો ચાલો આજનું વિજ્ઞાન આ બાબતે શું કહે છે તે જાણીએ. એ કહે છે કે પિત્તળના વાસણમાં સંઘરેલું પાણી પીવાથી શરીરની સ્ટ્રેન્થ (તાકાત) અને ઇમ્યુનિટી અર્થાત્ રોગપ્રતિકારક શક્તિ વધે છે. એ વધુમાં કહે છે કે પિત્તળ શરીરમાં વધેલા પિત્તને શમાવે છે. પિત્તળ ક્રોધ અને ચીડિયાપણાથી બચાવે છે. વળી તાંબું આપણા મગજને ચુસ્ત રાખે છે. પહેલાંના સમયમાં લોકોની સમજશક્તિ અને સહનશક્તિ વધારે હતી તેનો જવાબ કદાચ આમાંથી મળી શકે ખરો. આજે સ્ટીલનાં વાસણો ખખડાવી ખખડાવીને આપણાં કુટંબો વિભક્ત થતાં જાય છે કે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે તેમાં તાંબા-પિત્તળનાં વાસણોની ખાણીપીણી કે રહેણીકરણી ભૂલતા જઇએ છીએ તેનો કોઇ હાથ છે કે નહીં તેનું સંશોધન કરવું જોઇએ. ટૂંકમાં કોરોના હોય કે અન્ય કોઇ શારીરિક-માનસિક બીમારી, તાંબા-પિત્તળનો વપરાશ આપણા માટે  ઉપયોગી હતો. નવી બીમારી આવશે. શારીરિક અને માનસિક બીમારીઓ વધતી જ જશે. તમે કેટકેટલી દવાઓ શોધશો ?   કેટલી રસીઓ લીધા કરશો?  આ સંજોગોમાં શું તમે એટલું ન કરી શકીયે  વાર-તહેવારે માળિયામાં બિન ઉપયોગી મૂકી દીધેલાં પેલાં તાંબા-પિત્તળનાં વાસણોને કાઢી તેમાં રચોય અને જમવામાં ફરી ન ઉપયોગ માં લઇ શકીયે ? છોકરાઓને કંઇ નહીં તો રવિવારના દિવસે વડીલોની આ મોંઘી જણસ દેખાડો અને તેમાં રાંધવા-ખાવા-પીવાના શા ફાયદા છે તે જણાવો. આમ કરવામાં ખુબ ફાયદો છે. તેમાં નુકસાન તો કશું છે જ નહીં. અને હા, આ વાસણોને ચકચકિત રાખવા તમારે થોડી વધુ મહેનત કરવી પડશે તો જિમ્નેશિયમના ખર્ચા બચી જશે એ નફામાં જ છે જો તમને યોગ્ય લાગે તો અમલમા લાવજો અને આપણા હિતેચ્છુ ને પણ સમજાવ શો એજ આપ સર્વેમિત્રો ને વિનંતી. એક કદમ સ્વાસ્થય તરફ.............


તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી પીવાથી તમામ પ્રકાર ના રોગો દૂર રહે છે. તાંબામાં હાજર તત્વ માનવ શરીરને સ્વસ્થ રાખે છે. આયુર્વેદના  મુજબ રાત્રે તાંબાના વાસણમાં રાખવામાં  આવેલ પાણીમાં તાંબાના ગુણો હોવાથી આપણું લીવર વધુ સ્વસ્થ રહે છે. આ પાણી પેટના ધણા રોગો સામે લડવામાં મદદરૂપ થાય  છે.


Post a Comment

Previous Post Next Post