યોગ રસાયનમાં એક
શ્લોક છે...
सर्वेषां तु पदार्थानां अभ्यास: कारणम् परम् |
अनभ्यासेन मर्त्यस्य प्राप्तो योगो अपि नश्यते ||
એટલે કે જાણવા
યોગ્ય દરેક પદ, શાસ્ત્ર, ક્રિયા, વિજ્ઞાન વગેરેમાં અભ્યાસ શ્રેષ્ઠ કારણ બની શકે. અનાભ્યાસથી પ્રાપ્ત
થયેલ યોગનો પણ અમુક સમયે નાશ થાય છે.
હઠયોગ પ્રદીપિકા પણ આવું જ કહે છે....
अभ्यासात् सिद्धिम् आप्नोति सर्वयोगेषु अतन्द्रित: ||
એટલે કે આળસનો
ત્યાગ તેમજ અભ્યાસ જ યોગમાં સિદ્ધિદાયક છે.
આ શ્લોકો અહિયાં
ટપકે છે એનું કારણ ખાલી એટલું કે પુરતા અને નિયમીત અભ્યાસ વગર કશું જ શક્ય થઇ શકે
નહિ. અંગ્રેજીમાં પણ કહેવત છે ને , ‘Practice makes a
man perfect .’
આપણે બધાં ખુશી ખુશી
મોટા ઉપાડે યોગ દિનની ઉજવણીમાં તો જોડાય રહ્યા છીએ પરંતુ આપણો આ યોગ નિયમીત જળવાયેલો
રહે તો જ કશુંક મેળવ્યુ તેમ કહેવાય. ફક્ત ‘આરંભે શૂરા’ હોવું યોગ્ય નથી
અને બરાબર પણ નથી. આ નિયમીત જળવાયેલા યોગમાં જ ભગવાન પતંજલિ ખુશ થાય છે અને આપણે ખુશ થઈએ અને સર્વ લોકો ખુશ થાય.
v
યોગાભ્યાસના લાભો :
યોગ એ શરીર અને
મન બંનેનું વિજ્ઞાન છે. તેથી તેને દુનિયાભરમાં વૈજ્ઞાનિક સ્વીકૃતિ અને આવકાર મળ્યા
છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO)એ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની
મહત્વની કડી તરીકે આપણા યોગના શાસ્ત્રને તથા પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે.
- યોગનો દરરોજ અભ્યાસ કરવાથી બુદ્ધિનો
ખુબ વિકાસ થાય છે.
- વિદ્યાભ્યાસની સાથે સતત અને
સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી આપણુ શરીર સ્વચ્છ અને તેમજ નિરોગી બને છે.
યોગ એ આંતરિક આપણા આત્માની અનુભૂતિનો વિષય છે.
- યોગાભ્યાસ દ્વારા યમ-નિયમનું પાલન
કરવાથી સહજ રીતે આપણામાં શ્રદ્ધા, સાધના, સેવા, નમ્રતા, શિસ્ત, સાદગી, સંકલ્પશક્તિ વગેરે સારા ગુણોનો સારો વિકાસ થાય છે.
- પ્રાણાયામથી પ્રાણ બળવાન બનાવી શકાય
છે.
- જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર
અતિ મહત્વનું માધ્યમ છે. તે ચેતાતંત્રની
કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર રહેલ છે. યોગા આસનો
કરવાથી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકમાં વધારો થાય છે.
- જ્ઞાનપ્રાપ્તિ માટે વિદ્યાર્થીએ તેમા
ચંચળ મનને એકાગ્ર અને શાંત બનાવવું પડે. મનની એકાગ્રતા માટે રોજ આપણે ધ્યાનનો
અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી આપણને નિજાનંદની અનુભુતિ પણ સારીરીતે થાય છે.
- આજના સમયમાં ભૌતિક વસ્તુઓ પાછળની વિચાર
કર્યા વગર સમજણ વિનાની દોડને કારણે શારીરિક બિમારીઓ અને માનસિક યાતનાઓ ખુબ વધી
છે. આ બધી વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો આપણા માટેનો રાજમાર્ગ એક માત્ર
યોગ છે.

v
યોગ અંગેના સમાજમાં કેટલાક ભ્રામક ખ્યાલો કે ગેરસમજો :
- યોગ એ અલૌકિક વિષય છે.
- યોગ એટલે માત્ર આસન અને પ્રાણાયમ જ છે.
- યોગ એટલે એક પ્રકારની કસરત.
- યોગ સામાન્ય લોકો માટે નહિ, પરંતુ સાધુસંતો માટે જ છે.
- યોગ એક ચમત્કારનો ભાગ છે.
- યોગ એટલે કેવળ ચિકિત્સા-પદ્ધતિ છે.
- યોગ એ વાચન-પ્રવચનનો માત્ર વિષય છે.
- યોગ એ ધાર્મિક-સાંપ્રદાયિક વિષય છે.
- યોગ સુંદરતા માટે કરવામાં આવે છે.