ગ્રામ પંચાયત ના કાર્યો જણાવો , ગ્રામ પંચાયતની માહિતી, આટલું જાણો અને ગુજરાત ના 22000 હજાર ગામડાઓ ને ખબર પડે એ માટે પોસ્ટને શેર કરો..ગામ નો સરપંચ ગ્રામજનો હોઈ છે એ કોઈ નો મોહતાજ નથી હોતો

                     આટલું જાણો અને ગુજરાત ના 22000 હજાર ગામડાઓ ને ખબર પડે એ માટે પોસ્ટને શેર કરો..
ગામ નો સરપંચ ગ્રામજનો હોઈ છે એ કોઈ નો મોહતાજ નથી હોતો..એ માત્ર પ્રજા નો પુકાર બની શકે છે ,કોઈ પક્ષ નો ક્યારેય એમની ઉપર સિમ્બોલ લાગી શકતો નથી,અને જો કોઈ પક્ષ ના નેતા સાથે એ કોઈ પણ ફંક્શન માં હાજર હોય તો એમના વિડિઓ અને ફોટાઓ વિકાસ અધિકારી ને રજૂ કરો એટલે એમના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય..
એટલે જે કોઈ સરપંચો હોઈ તે ચેતી જજો..
નહીંતર હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે પછી જીવન ભર સુધી ની દુશ્મની થઈ જાય એ પહેલાં કાયદા ના પાઠ ને જાણી લેવા..
સંવિધાન માં ભાઈ ,કાકા,કે ભત્રીજા જેવું કંઈ આવતું નથી.


       ગ્રામ પંચાયતની ચૂંટણીને દરમ્યાન ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે.  વોર્ડ સભ્ય અને સરપંચ ઉમેદવાર બનવા માટે દાવેદારોનો રાફડો ફાટી નિકળતો હોય છે. પરંતુ ખરા અર્થમા સરપંચની શું ફરજો હોય છે? વોર્ડ સભ્યની શું કામગીરી અને સત્તા અને ફરજ હોય? ગ્રામ પંચાયતમાં કેવી રીતે કામગીરી થાય તે સહિતની બાબતોથી ખુદ ઘણા ઉમેદવારો પણ જાણતા હોતા નથી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિક્ષિત અને અભણ એમ બંને પ્રકારના લોકો દાવેદારી કરતા હોય છે પરંતુ ધણીવાર પુરતી જાણકારીના ન હોવાથી ગ્રામજનોને સરકારી યોજનાઓના લાભો સરપંચ તરીકે ચૂંટાયેલા ઉમેદવારો અપાવી શકતા હોતા નથી ત્યારે સ્થાનિક સ્વરાજયની સંસ્થા ગ્રામ પંચાયત વિશે કેટલીક જરૂરી અને ઉપયોગી માહિતી અહી રજૂ કરવામાં આવી છે જે ચૂંટણી દરમયાન મતદારો અને ઉમેદવારો સજીત તમામ ગ્રામ જનો બંને માટે ઉપયોગી સાબિત થાય તેમ છે.

«  ગ્રામ પંચાયત  

               ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંભાળતી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પધ્યતીનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહિં તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક, સરપંચ અને અન્ય ગ્રામ પંચાયતના સભ્યની બેઠક યોજવામાં આવતી હોય  છે. ગ્રામના વિકાસને લગતા કાર્યો કરવામાં આવતા હોય છે.

«  માળખુ  

               સરપંચ ગ્રામ પંચાયતના મુખ્ય ગણવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ તાથા સભ્યો પાંચ વર્ષ ના સમય ગાળા માટે ચૂંટાય છે. ગ્રામ પંચાયત ૮ થી ૧૬ સભ્યોની નિયુક્તી હોય છે જે ગામની વસ્તીના આધારે નક્કી થતી હોય છે.ગ્રામ પંચાયતમાં એક સરકાર તરફથી નિયુકત કર્મચારી તલાટી કમ મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર અને ઉપકરો ઉઘરાવવો, ગામ લોકોને જરૂરી તેમની સત્તા હેઠળના દાખલા આપવા વિગેરે કાર્યો કરવાના હોય છે.

«  કાર્યો  

             ગ્રામ્ય કક્ષાના પ્રશ્રોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખુ તાથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયત નીભાવવાની  હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની સરકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે. જેવી કે,

- સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, - ગોકુળ ગ્રામ યોજના,  - ઇન્દિરા આવાસ યોજના

- ગ્રામીણ સ્વચ્છતા યોજના, - ખાસ રોજગાર યોજના - સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

«  ગ્રામ સભા  

                ગ્રામ સભા એટલે ગામના લોકો દ્વારા ભરાતી સભા. ગ્રામ સભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વિગેરેની હાજર રહેતા હોય છે. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને નિયમ મુજબ દર વર્ષે બે વખત ગ્રામ સભા બોલાવવી ફરજીયાત હોય છે. જેમાં ગામનો કોઈ પણ ગ્રામજન કે જે પુખ્ત વયનો હોય તે વ્યક્તી ભાગ લઈ શકે છે. તે ગ્રામ સભાનો સભ્ય ગણાય છે અને તેને મત આપવાનો,  હાજર રહેવાનો, અને દરખાસ્ત કરવાનો હક્ક હોય છે.

Post a Comment

Previous Post Next Post